બોબી ચેમ્માનુર મેરેડોના માટે વિશ્વસ્તરીય મ્યુઝિયમનું નિર્માણ કરશે

ફુટબોલરનું ગોલ્ડ સ્કલ્પચર ઇન્ફોટેઇનમેન્ટ સેન્ટરનું મુખ્ય આકર્ષણ રહેશે
કોચી / December 7, 2020

ઉદ્યોગજગતના અગ્રણી, પરોપકારી અને સ્પોર્ટ્સમેન બોબી ચેમ્માનુરે આજે ડિએગો મેરેડોનાની યાદમાં વિશ્વ-સ્તરીય મ્યુઝિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે, જેમાં ફુટબોલ લિજેન્ડનું ગોલ્ડ સ્કલ્પચર મુખ્ય આકર્ષણ રહેશે.

વર્ષ 1986માં આર્જેન્ટિનાના મહાન ખેલાડીએ કરેલા મહત્વપૂર્ણ ગોલને કારણે તેમની ટીમ જીતી હતી, જેને ‘ધ હેન્ડ ઓફ ગોડ’ તરીકે આ શિલ્પ પ્રદર્શિત કરશે.

આ પ્રસ્તાવિત મ્યુઝિયમ કોલકત્તા અથવા દક્ષિણ ભારતમાં આકાર લેશે. તે મેરેડોનાના પ્રોફેશ્નલ અને વ્યક્તિગત જીવનને પ્રદર્શિત કરશે, જેમ બોબી ચેમ્માનુર ઇન્ટરનેશનલ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બોબીએ જણાવ્યું હતું. આ મ્યુઝિયમ કલા અને સૌંદર્યનું અનોખું મિશ્રણ રહેશે, તેમ તેમણે અહીં આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

આ મ્યુઝિયમ મોટા વિસ્તારમાં આકાર લેશે, જેમાં મેરેડોનાનું ગોલ્ડ સ્કલ્પચર મુખ્ય આકર્ષણ રહેશે, તેમ આઠ વર્ષ પહેલાં સોકર સ્ટારની કેરળ મુલાકાતમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર બોબીએ જણાવ્યું હતું.

એક દાયકાથી મેરેડોના સાથેની ગાઢ મિત્રતા વિશે વાત કરતાં બોબીએ કહ્યું હતું કે વર્ષ 2011માં દુબઇમાં ફુટબોલર સાથે મિત્રતાની શરૂઆત થઇ હતી. મેરેડોનાએ દુબઇમાં ચેમ્માનુર જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. મેં મેરેડોનાને તેમની પ્રતિમાનું સોનાનું મિનિએચર ગિફ્ટ કર્યું હતું. તેનો સ્વિકાર કરતાં સોકર સ્ટારે ધ હેન્ડ ઓફ ગોડના ગોલ્ડ સ્કલ્પચરની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેમ બોબીએ ઉમેર્યું હતું.

હું મેરેડોનાની ઇચ્છાને પૂર્ણ કરતા ખુબજ ખુશી અનુભવું છું, તેમ બોબીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બોબી સામાજિક સેવક અને માર્શલ આર્ટિસ્ટ પણ છે. વર્ષ 1986 કપમાં ઇંગ્લેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલ્સમાં હેન્ડ ઓફ ગોડ ગોલ કરાયો હતો.

157 વર્ષ જૂના બોબી ચેમ્માનુર ગ્રુપનું મુખ્યાલય થ્રિસુરમાં છે અને તે વિશ્વભરમાં 50થી વધુ આઉટલેટ્સ ધરાવે છે. ગ્રુપે માર્ચ 2018માં મેરેડોનાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં હતાં. ફુટબોલના મહાન ખેલાડી પૈકીના એક મેરેડોનાએ 1986 વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ જર્મનીને 3-2થી હરાવીને 29 જૂને મેક્સિકો સિટીમાં વર્લ્ડ કપ જીત્યો હતો.

કુન્નુરમાં ચેમ્માનુર જ્વેલર્સના શોરૂમનું ઉદ્ઘાટન કરવા માટે મેરેડોના ઓક્ટોબર 2012માં રાજ્યના ઉત્તરી હિસ્સામાં બે દિવસ માટે રોકાયા હતાં.

આ મ્યુઝિયમ મેરેડોનાને મારી શ્રદ્ધાંજલી છે. તે મહાન ખેલાડી અને તેમના ફુટબોલ અંગે માહિતીથી ભરપૂર રહેશે. તે સેન્ટર ફોર એન્ટરટેઇનમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ તરીકે કામ કરશે, તેમ બોબીએ ઉમેર્યું હતું.

મ્યુઝિયમના ક્યુરેટર આર્ટિસ્ટ-રાઇટર બોની થોમસ રહેશે, જેઓ કોચી બિનાયલ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી છે અને તેઓ ભારતની સૌથી મોટી કન્ટેમ્પરરી આર્ટ ફેસ્ટિવલ યોજે છે.

મારા માટે મેરેડોના હંમેશા અદ્ભુત રહ્યાં છે – એક અનોખો ફુટબોલર અને મિત્ર, તેમ ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે જેમની મેરેડોના એન્ડ બોબી ટેગલાઇન ધરાવતી જાહેરાત ખુબજ લોકપ્રિય થઇ છે. ફુટબોલરને એક સંવેદનશીલ અને પ્રામાણિક વ્યક્તિ તરીકે વર્ણવતા બોબીએ કહ્યું હતું કે મેરેડોના લાગણીશીલ હોવાને કારણે જલ્દી ગુસ્સામાં આવી જતાં હતાં.

બોબી ચેમ્માનુર ગ્રુપની સ્થાપના વર્ષ 1863માં થ્રિસુર શહેરથી 25 કિમી દક્ષિણપૂર્વમાં વરમદરાપલ્લીમાં થઇ હતી અને તે ભારતની સાથે-સાથે ગલ્ફ અને પૂર્વ એશિયામાં પણ બ્રાન્ચ ધરાવે છે. 60 વર્ષીય મેરેડોનાનું બ્રેઇન સર્જરીના 12 દિવસ બાદ 24 નવેમ્બરે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું.

Photo Caption: Business magnate, philanthropist and sportsman Boby Chemmanur with Argentine football legend Diego Maradona (File Photos).

Photo Gallery

+
Content
+
Content
+
Content